Laughter moment : કેન્દ્રીયપ્રધાન કરાડ અને સાંસદ ચુડાસમા વચ્ચે દવા છાંટવાના પંપને લઈને સર્જાઈ રમૂજ - Spraying Drone
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 5:01 PM IST
જુનાગઢ : કેન્દ્રીયપ્રધાન ભાગવત કરાડ આજે જુનાગઢની મુલાકાતે હતાં તે દરમિયાન તેમણે માધ્યમો સમક્ષ કેન્દ્ર સરકારની એક યોજના વિશે માહિતી આપી રહ્યાં હતાં. આ દરમિયાન ગુજરાતી શબ્દ શોધવાના તેમના પ્રયાસને લઇ નાનકડી રમૂજ ફેલાઇ ગઇ હતી. તેમણે દવા છાંટવાના પંપને લઈને ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેને ગુજરાતીની સ્થાનિક ભાષામાં શું કહેવાય તેે વિશે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પૂછ્યું હતું ત્યારે રમૂજની પળો સામે આવી હતી. મહિલાઓ માટે સ્વસહાય જૂથ કરીને રોજગારી પ્રાપ્ત કરતા તમામ જૂથોને ડ્રોન દ્વારા દવા છંટકાવને લઈને વિશેષ પ્રાવધાન રાખવામાં આવ્યું છે પરંતુ ડ્રોન દ્વારા દવા છંટકાવને લઈને તેને સ્થાનિક ભાષામાં કયા શબ્દોથી ઉલ્લેખ કરવો તેની મૂંઝવણ થતા કરાડ તેમની પાસે બેઠેલા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની મદદ લીધી હતી અને ડ્રોન દ્વારા થતા દવા છંટકાવને લઈને માહિતી આપી હતી.