Junagadh News : નવરાત્રીમાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવાદિત નિવેદનને લઈને સાહિત્યકારોમાં ભારે રોષ - વિવાદિત નિવેદન
🎬 Watch Now: Feature Video
Published : Oct 23, 2023, 3:16 PM IST
જૂનાગઢ: નવરાત્રી બિલકુલ અંતિમ દિવસ તરફ આગળ વધી રહી છે. ત્યારે અંતિમ દિવસોમાં નવરાત્રીના તહેવારને લઈને અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા નડિયાદમાં આયોજિત ગરબાના કાર્યક્રમમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈને હવે સાહિત્યકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકગાયક રાજભા ગઢવીએ અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા નવરાત્રીના તહેવાર અને ખેલૈયાઓ માટે જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આવી માનસિકતા ધરાવનાર લોકો પવિત્ર તહેવારોમાં ન બોલવાનું બોલી અને તહેવારોની ગરિમાને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. આવા લોકોનો સ્વયમ બહિષ્કાર કરવો જોઈએ તેવી માંગ પણ સાહિત્યકારો અને લોકગાયક રાજભા ગઢવીએ કરી છે.