Jamnagar News : જામનગરમાં રસ્તે રઝળતા કૂતરાએ એક માનવીનો ભોગ લીધો - Jamnagar police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 8:37 PM IST

જામનગર : શહેરમાં રસ્તે રખડતા કુતરાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. જામનગરમાં બાઈક પર પસાર થઈ રહેલા એક યુવાન પાછળ કૂતરા દોડતાં યુવકે બાઇક ફૂલ સ્પીડમાં ચલાવ્યું હતું. જેમાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના બાઈકચાલકને ગંભીર ઇજા થતા અપમૃત્યુ થયું છે.

આવી રીતે સર્જાયો અકસ્માત : બનાવની મળતી વિગત અનુસાર જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા એક યુવકનું રખડતા કુતરાના કારણે જીવ ગયો હતો. જામનગરમાં રામેશ્વરનગર શેરી નંબર 2 ના છેડે નવજીવન સોસાયટીમાં 42 વર્ષીય જયદીપસિંહ રતનસિંહ રાઠોડ રહે છે. આ યુવક 27 ઓકટોબરના રોજ બપોરે 1.30 વાગ્યાના અરસામાં વાલ્કેશ્વરીનગર વિસ્તારમાં પોતાના બાઈક પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન તેઓના બાઈકની પાછળ કૂતરા દોડ્યા હતા. કૂતરાથી બચવા માટે આ યુવકે પોતાનું બાઈક ફૂલ સ્પીડમાં ચલાવ્યું હતું. આ દરમિયાન રસ્તામાં વચ્ચે સ્પીડ બ્રેકર આવી જતા બાઈક સ્લીપ થયું હતું.

આશાસ્પદ યુવકનું મોત : અકસ્માતમાં જયદીપસિંહ રાઠોડને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મયુરસિંહ રતનસિંહ રાઠોડે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઈ મયુરસિંહ જણાવી રહ્યા છે કે, સરકારે રખડતા શ્વાન દ્વારા કરવામાં આવતા હુમલાઓ રોકવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. અવારનવાર રખડતા શ્વાન લોકોને બચકા ભરે છે અને પરેશાન કરે છે.

રખડતા કૂતરાનો ત્રાસ : જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. તો સાથે સાથે રખડતા કૂતરા પણ બેફામ બન્યા છે. ખાસ કરીને બાઈકચાલકો તેમજ રાહદારીઓને રખડતા કૂતરાઓથી ભારે સમસ્યા રહે છે. જામનગર મહાનગરપાલિકાએ પણ આવા રખડતા કૂતરાઓને અટકાવવા કંઈક કરવું જોઈએ.

  1. Jamnagar Hapa Market : જાણો કયા કારણોસર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જામનગરનું 'હાપા માર્કેટ' બન્યું હોટ ફેવરિટ
  2. Jamnagar Food checking : જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ચેકિંગ ડ્રાઇવ શરુ, ભેળસેળયુક્ત ઘીના નમૂના લેવાયા

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.