જામનગરમાં 93 વર્ષની વયે ઉમેદવાર લડશે ચૂંટણી, સ્થાનિક પ્રશ્નોથી કંટાળી નોંધાવી ઉમેદવારી - જામનગર વિધાનસભા મતવિસ્તાર
🎬 Watch Now: Feature Video
જામનગરમાં આવતીકાલે (1 ડિસેમ્બરે) 5 વિધાનસભા બેઠક માટે (Jamnagar Assembly Constituency) મતદાન થશે. આ વખતે રાજ્યભરમાં અનેક ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેવામાં જામનગરના 93 વર્ષીય અપક્ષ ઉમેદવાર અર્જૂન પરમાર (Jamnagar Independent Candidate Arjun Parmar) પર સૌની નજર રહેલી છે. શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અપક્ષ ઉમેદવાર ભારત પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી જામનગરમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. ત્યારબાદ તેમણે જામનગર મહાનગરપાલિકાની (Jamnagar Municipal Corporation) 6 વખત કોર્પોરેશનની ચૂંટણી (Gujarat Election 2022) પણ જીતીને કોર્પોરેટર બન્યા હતા. એક વખત કૉંગ્રેસ અને 5 વખત ભાજપમાંથી કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા. તેમ છતાં 93 વર્ષની ઉંમરે પણ તેઓ અડીખમ છે અને જોમ જુસ્સાથી ચૂંટણી (Gujarat Election 2022) લડી રહ્યા છે. આ સાથે જ તેઓ રાજ્યમાં સૌથી વધુ ઉંમરના ઉમેદવાર છે. તેઓ આ ઉંમરે પણ દરરોજ એક કલાક યોગા કરે છે અને એક કલાક હળવી કસરત કરે છે. સ્થાનિક પ્રશ્નોનું (Local issues of Jamnagar) નિરાકરણ ન આવતા તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST