Jammu and Kashmir News : પાકિસ્તાન તરફથી સરહદ પાર કરતી વખતે અફઘાનિસ્તાન નાગરિકની ધરપકડ કરાઇ - Abdul Wahid of Kabul caught by Whitek night corps jawans and given handed over to Jammu Kashmir Police for further interrogation in Balakot sector of Mendhar division of Poonch
🎬 Watch Now: Feature Video
જમ્મુ-કાશ્મીર : પૂંચના મેંધર ડિવિઝનના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સરહદ પાર કરતી વખતે સેનાએ અફઘાનિસ્તાનના એક નાગરિકની ધરપકડ કરી છે. કહેવાય છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ અબ્દુલ વાહિદ છે અને તે કાબુલનો રહેવાસી છે. વ્હાઇટેક નાઈટ કોર્પ્સના જવાનો દ્વારા પકડાયા બાદ તેને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પહેલા સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગે સેનાએ જણાવ્યું હતું કે, પૂંચમાં આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પુંછના દેગવાર તેરવાના સામાન્ય વિસ્તારમાં બે વ્યક્તિઓ નિયંત્રણ રેખા પાર કરતા જોવા મળ્યા હતા. ક્રોસફાયરમાં એક આતંકવાદી પડતો જોવા મળ્યો હતો, જ્યારે બીજો પિન્ટુ નાલા તરફ જતો જોવા મળ્યો હતો.
TAGGED:
Jammu and Kashmir News