thumbnail

By

Published : Dec 14, 2022, 6:48 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ETV Bharat / Videos

અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં તપાસ ટીમ પહોંચી, 25 દર્દીઓને મોતિયા ઓપરેશન બાદ અંધાપા મામલે રીપોર્ટ કરશે

અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં ( Amreli Shantaba Hospital ) આંખના મોતિયાના ઓપરેશન બાદ 25 દર્દીઓને અંધાપો ( 25 patients Blind ) આવવાની ઘટનામાં તપાસનો દોર આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્યવિભાગે નીમેલી 7 સભ્યોની ટીમ આજે બપોરે શાંતાબા હોસ્પિટલ આવી (Investigation Team at Amreli Shantaba Hospital )પહોંચી હતી. તપાસ ટીમમાં નીમયેલા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય નિયામક ડોક્ટર ચેતન મહેતાએ તપાસને લઇને જણાવ્યું હતું કે આ ઘટનાને લઇને નિષ્ણાત ડોક્ટરોની ટીમ તપાસ માટે આવી છે અને વિવિધ મુદ્દે તપાસ (Report of Cataract Surgery Tragedy )કરી રહી છે. તપાસ ટીમનો રીપોર્ટ ( Report of Cataract Surgery Tragedy ) રાજ્ય સરકારને સોંપવામાં આવશે તેમ પણ ડોક્ટર મહેતાએ ( Dr Chetan Mehta Statement)જણાવ્યું હતું. જ્યારે આ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવી દ્રષ્ટિ ગુમાવનાર દર્દીએ જણાવ્યું હતું કે ઓપરેશન કરાવ્યાં બાદ તેમને દેખાતું ન હતું. વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા અને ત્યાં પણ ઓપરેશન કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.