Rakshabandhan 2023: બહેનો પાસેથી રાખડી બંધાવી રહેલા સુરત જેલના બંદીવાનો ભાવુક થઇ રડી પડ્યા - Surat jail
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 4:01 PM IST
સુરત: રક્ષાબંધનના પર્વ પર લાજપોર મધ્યસ્થ જેલ ની અંદર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલમાં કારાવાસ ભોગવી રહેલા બંદિવાનો તેમની બહેનો પાસેથી રૂબરૂ રાખડી બંધાવી રક્ષાબંધનનો તહેવાર મનાવી શકે તેવા આશય સાથે જેલ ખાતે મેઇન ગેટમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોતાની બહેનો પાસેથી રાખડી બંધાવી રહેલા બંદીવાનો ભાવુક થઇ ગયા હતા. પોતાની બહેન ને સામે જોઈ ઘણા બંદી વાનો ભાવુક થઇ રડી પડ્યા હતા. જેલના બંદીવાન ભાઇઓએ પોતાની બહેન દ્વારા રાખડી બંધાવી તેમજ મહિલા બંદિવાનોએ પોતાના ભાઇને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.લાજપોર જેલના ડીવાયએસપી ડી.પી.ભટ્ટએ જણાવ્યુ હતું કે, બંદીવાન દ્વારા લાજપોર મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઇ હતી. અગાઉથી જ બંદીવાનોના પરિવારજનો ને પર્વને લઈ સૂચના આપવામાં આવી હતી. 3 હજાર બંદીવાન દ્વારા રક્ષાબંધન ના પર્વની ઉજવણી જેલ ની અંદર કરાઇ છે.બંદીવાનોને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી જ્યારે મહિલા બંદીવાનોએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી.