Indigo flight passenger: લો બોલો...ફ્લાઇટ મોડી થઈ તો મુસાફરો એરક્રાફ્ટ પાર્કિંગમાં જ ખાવા બેસી ગયા, વીડિયો વાયરલ - indigo flight from goa to delhi
🎬 Watch Now: Feature Video


Published : Jan 16, 2024, 10:38 AM IST
મુંબઈ: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે સૌ કોઈને આશ્ચર્ય પમાડી રહ્યો છે, વીડિયોમાં કેટલાંક લોકો સમૂહ ભોજન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે, વાત કંઈક એમ છે કે, ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે 12 કલાક મોડી પડી હતી. સવારે 10.45ની ફ્લાઇટ રાતે 10.06 વાગ્યે ગોવા એરપોર્ટથી ટેકઓફ થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વિમાન એક કલાક મોડું થયું અને લગભગ 11 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. આથી રોષે ભરાયેલા પેસેન્જરોએ વિમાનમાંથી ઉતરીને એરક્રાફ્ટ પાર્કિંગમાં બેસી ગયા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા X પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પેસેન્જર્સ એરક્રાફ્ટ પાર્કિંગમાં જમીન પર બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે.