ઉત્તરાખંડમાં ભારતીય અને યુએસ સેનાનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

🎬 Watch Now: Feature Video

thumbnail
ઉત્તરાખંડ(દેહરાદૂન): ઉત્તરાખંડના સરહદી જિલ્લા ચમોલીના ઔલીમાં ભારતીય અને યુએસ સેનાનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહી છે. જ્યાંથી ચીન સરહદ લગભગ 100 કિમી દૂર છે. યુદ્ધ કવાયત દરમિયાન નિઃશસ્ત્ર લડાઇ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ભારતીય સેનાના જવાનોએ યુદ્ધ અભ્યાસ દરમિયાન MI-17ના અનેક ઓપરેશન્સની મોકડ્રીલ પણ કરી હતી. પ્રથમ વખત ભારતીય સેના આટલી ઊંચાઈવાળા વિસ્તારમાં મિત્ર દેશની સેના સાથે સૈન્ય અભ્યાસ કરી રહી છે. યુદ્ધ અભ્યાસમાં સૈન્ય ઊંચાઈવાળા વિસ્તારમાં હેલી બોર્ન ઓપરેશન હાથ ધરશે. આ ઓપરેશનમાં મિલિટરી હેલિકોપ્ટર દોરડાની મદદથી ચોક્કસ સ્થળોએ લેન્ડ કરે છે. મુંબઈની તાજ હોટલમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ આ ટેકનિકનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.