નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બચપન કા ઉત્સાહ, પચપન કા ચિંતન”ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ - Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદા: એકતા નગર ખાતે કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ ની 55 મી લગ્ન તિથિ નિમિતે હેપ્પીનેશની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી ચિંતન શિબિરમાં સમગ્ર દેશ માંથી એટલે કે કન્યાકુમારી થી કાશ્મીર સુધીના 110 કપલ ને બોલાવવામાં આવ્યા છે. જેમાં 55 ઓલ્ડ કપલને 55 યંગ કપલ ને આ ચિંતન શિબિરમાં બોલાવ્યા છે.આ ચિંતન શિબિર માં આ તમામ કપલ પોતાના જીવનના અનુભવો એક બીજા સાથે શેર કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ એ જણાવ્યું કે, એકતા નગર નામ જ વિવિધતામાં એકતા એમ દર્શાવે છે. એટલે અહીં સમગ્ર દેશમાંથી યુગલો ને અલગ અલગ વિષયો પર ચિંતન કરવા માટે ભેગા કરવામાં આવ્યા છે.યુગલો નું લગ્ન જીવન ખૂબ ખુશમય રહે અને જીવનમાં એક બીજા સાથે કોમ્પ્રોમાઈઝ કરીને જીવન કેવી રીતે જીવવું તેના વિશે પણ માહિતી આપવામાં આવશે. નવા યુગલોને આ ચિંતન શિબિર માં શીખવાડવામાં આવશે કે જીવન માં કે લગ્ન જીવન માં ટેંશન આવે તો એ કેવી રીતે દૂર કરવું અને દેશમાં જે છુટાછેડા ના બનાવો બને છે. તે ઓછા થાય તેના વિશે પણ ચિંતન કરવામાં આવશે.આ બે દિવસીય શિબિરમાં સમગ્ર ભારતભરમાંથી 55 એવા યુગલો એકઠા થયા જેમના લગ્નજીવનને 55 વર્ષ પૂરા થયા હતા. આ સાથે એવા દંપતિઓએ પણ ભાગ લીધો જેમના લગ્નજીવનની શરૂઆત થઈ હોય અથવા તો એક વર્ષ થયું હોય. આ કાર્યક્રમમાં ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા, યુએસ, કેનેડા જેવા રાષ્ટ્રના દંપતિઓએ પણ ભાગ લીધો હતો. બે દિવસમાં ચાર અલગ અલગ સેશન્સમાં ભાગ લઈને જુદા જુદા વિષયો પર ચર્ચા વિચારણા કરાઈ હતી.
TAGGED:
Narmada