દિવાળીના માહોલની વચ્ચે વરસાદના વિઘ્નથી બજારમાં વેપારીઓ ચિંતા, સાથે ખેડૂતો પાકને લઈને આવ્યા મુશકેલીમાં - Shopping for Diwali
🎬 Watch Now: Feature Video
નવસારી શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ વરસતા વેપારીઓ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. નવસારી શહેરમાં મેઘરાજા મહેરબાન હોય તેમ ફરી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ દિવાળીનો તહેવાર નજીક હોય લોકો બજારમાં ખરીદી માટે નીકળ્યા હોય દિવાળીની ખરીદીને લઈને બજારમાં જે ચહેલ પહેલ અને ભીડ વરસાદને કારણે ઓછી થઈ ગઈ હતી. લોકો પોતાની ખરીદી છોડી ઘર તરફ રવાના થઈ ગયા હતા. દિવાળીના માહોલની વચ્ચે વરસાદ પડતા બજારના વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી હતી. બીજી તરફ જિલ્લામાં ચીકુ અને શેરડીના પાકોનું પણ વાવેતર થયું હોય ત્યારે વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી. Cloudy weather in Navsari Traders and farmers are worried about rain Shopping for Diwali farmers crops in trouble
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST