સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ક્રિકેટ રમીને ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ - હર્ષ સંઘવીએ બેટ પર હાથ અજમાવ્યો
🎬 Watch Now: Feature Video
સુરતમાં જૈન ક્રિકેટ એન્ટિક ગોલ્ડ કપની 15મી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. (Jain Cricket Antique Gold Cup tournament) રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આરતી ઉતારી ટુર્નામેન્ટ શરૂ કરાવી હતી. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા હર્ષ સંઘવી ક્રિકેટ પણ રમ્યા હતા. (Harsh Sanghvi playing cricket) દર વર્ષે આ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. તેમાં જૈન સમાજની વિવિધ ટીમ બનાવી ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. થોડા દિવસ અગાઉથી ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે હતી. ત્યારે આજે એસ.ડી. જૈન સ્પોર્ટ્સ કલબ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ છે. આ વર્ષે જૈનમ ગ્રુપ દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્ય ગૃહપ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ પણ બેટ પર હાથ અજમાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST