Holi festival 2023: ફાગણી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, ફૂલ હોળી રમ્યા ભાવિક

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 7, 2023, 1:32 PM IST

Updated : Mar 7, 2023, 2:29 PM IST

બનાસકાંઠા: આજે ધુળેટીનો પર્વ છે. આજના દિવસે જ્યાં લોકો રંગ પાણીને સાથે ધુળેટીનાં પર્વની ઉજવણી કરતાં હોય છે. પરંતુ શું તમે કયારે સાંભળ્યું છે ફૂલથી હોળી રમ્યા હોય? જી હા આજે અંબાજીમાં ફૂલની હોળી રમાઇ હતી. બીજી બાજુ આજે ફાગણ મહિનાની પુર્ણીમા હોવાના કારણે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ઉલ્લખેનિય છે કે કોરોના કાળના બે વર્ષમાં કોઇ ઉત્સવ લોકો મનાવી શકયા નથી. પરંતું આ વર્ષના લોકો ધામધૂમથી હોળી અને  ધુળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. અંબાજીમાં અંબાજી મંદિરમાં ફુલોની હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આરતી પુર્ણ થયાં બાદ અંબાજી મંદિરમાં ઉમટેલાં હજારો શ્રદ્ધાળુઓ સાથે પુજારીઓ સહીત માઇભક્તોએ જાણે ફુલોનો વરસાદ કર્યો હોય તેમ ફુલોત્સવ સાથે ફુલોની હોળીથી રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજૂ ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા નથી. જેના કારણે ભક્તોમાં ભારે નિરાશા જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે  અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ નો પ્રસાદ 3 માર્ચ બપોર બાદ બંદ કરી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહી આજના પ્રસંગે પણ મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવા માંગ કરી હતી. હોળીના દિવસે માતાજીને અલગ અલગ ભોગને બદલે  ખજૂરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. વઘારેલી ધાણી ધરાવવામાં આવે છે. બપોરે રાજભોગની જગ્યાએ સાંજે આરતી વખતે રાજભોગ ધરાવવામાં આવતો હોય છે કોરોના વાયરસ ના બે વર્ષના બાદ તહેવારોનો ઓરિજનલ રંગ જોવા મળી રહ્યો છે. જેમાં આ વખતે રંગબેરંગી પર્વ એવા હોળીની મોજ લોકો માણી રહ્યા છે. તમામ મંદિરોમાં જે રીતે ફૂલ દોઢ ઉત્સવની રંગબેરંગી ઉજવણી કરવામાં આવે છે. એવી જ રીતે અંબાજીમાં પણ સવારથી લોકોના ઘોડાપુર વચ્ચે મા અંબાની આરતી કરાઇ હતી. એ પછી રંગ પર્વ શરૂ થયું. આ સાથે કેસુડાથી હોળી મનાવાય હતી. જય અંબે ના નાદ સાથે હોળી પર્વ ઉજવાયું હતું. બીજા દિવસોમાં પણ માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ આજના દિવસના વધુ સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા.અંબાજી જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Last Updated : Mar 7, 2023, 2:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.