Holi 2023 : કચ્છમાં માંડવી બીચ પર હર્ષોલ્લાસ સાથે ધુળેટીની ઉજવણી - ધુળેટી 2023
🎬 Watch Now: Feature Video
કચ્છ: આજે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી ચાલી રહી છે. આજે ધુળેટી પર્વ નિમિત્તે નાના મોટા સૌ એકબીજા પર રંગ ઉડાડી ઉજવણી કરી હતી. ત્યારે કચ્છના માંડવી બીચ પર લોકોએ ખૂબ હોંશભેર અહીંના લોકો તેમજ પ્રવાસીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી હતી. કચ્છના માંડવીના બીચ પર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો બીચ પર ગુલાલ સાથે ધુળેટી રમતા જોવા મળ્યા હતાં. ગરમીના માહોલ વચ્ચે લોકોએ ધુળેટીનો આનંદ માણ્યો હતો અને એકદમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. કચ્છમાં માંડવી બીચ પર લોકોએ અહીં આવેલ જુદી જુદી રાઇડ્સનો પણ લાભ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: Saints Holi in Haridwar: નિરંજની અખાડાના સાધુ-સંતોએ હરિદ્વારમાં મનાવી હોળી