Uttarakhand Elephants Herd: રામનગરમાં રસ્તા પર દેખાયું હાથીઓનું ટોળું, જુઓ વીડિયો - રામનગરમાં રસ્તા પર દેખાયું હાથીઓનું ટોળું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 11, 2023, 8:18 PM IST

ઉત્તરાખંડ: રામનગર ફોરેસ્ટ ડિવિઝનના રામનગર-હલદવાણી રોડ પર અચાનક હાથીઓનું ટોળું આવી ગયું. જેને જોઈને પસાર થતા લોકોના શ્વાસ અટકી ગયા હતા. હાથીઓના ટોળાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. હાથીઓની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ લોકો પોતાના જીવની પરવા કર્યા વિના વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. સ્થળ પર તૈનાત વન વિભાગની ટીમે લોકોને હાથીઓના ટોળાથી દૂર રાખ્યા હતા. જ્યારે હાથીઓના ટોળાએ રસ્તો ઓળંગી ત્યારે રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. તે જ સમયે, પોતાના વાહનમાંથી હાથીઓના ટોળાનો વીડિયો બનાવનાર રણજીત સિંહ કહે છે કે ઘણી વખત કોર્બેટ પાર્કની અંદર સફારી પર જતા પ્રવાસીઓને વન્યજીવ જોવા મળતું નથી. જ્યારે ઘણી વખત માર્ગો પર વન્યજીવો જ જોવા મળે છે.

આ પણ વાંચો: ડુ નોટ ડિસ્ટર્બ: લટાર મારવા નીકળેલા ગજરાજ બાઈકવાળાને જોઈ લાલઘુમ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.