બરફની સફેદ ચાદરથી ઢંકાયું ગુલમર્ગ, જૂઓ આ નજારો
🎬 Watch Now: Feature Video
જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ રિસોર્ટમાં સોમવારે ભારે હિમવર્ષા (Heavy Snowfall In Gulmarg) થઈ હતી અને સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશના (Union Territory) મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થયો હતો. ખીણમાં હિમવર્ષાના પરિણામે હવામાનમાં આવેલા બદલાવને કારણે પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લગભગ નવથી 12 ઈંચ હિમવર્ષા નોંધાઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળ સોનમર્ગમાં લગભગ ત્રણ ઈંચ તાજી હિમવર્ષા થઈ છે. તેમણે કહ્યું કે કુપવાડામાં શ્રીનગર-તંગધાર રોડ પરના સાધના પાસમાં લગભગ બે ફૂટ બરફ પડ્યો છે, જ્યારે માચિલમાં લગભગ પાંચ ઈંચ બરફ પડ્યો છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના ગુરેઝમાં ત્રણ ઈંચ તાજી હિમવર્ષા થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોના અન્ય વિસ્તારોમાં પણ તાજી હિમવર્ષાના અહેવાલ છે. શ્રીનગર સહિત ઘાટીના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોડી બપોર સુધી ઘણી જગ્યાએ વરસાદ અથવા હિમવર્ષા ચાલુ રહેવાની ધારણા છે અને સાંજે હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે 9 થી 11 નવેમ્બરની વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ અથવા બરફ પડવાની સંભાવના છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST