સુરતમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર થયા ગરકાવ - સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2022, 5:27 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

સુરત: શહેરમાં અનેક વિસ્તારોમાં(Heavy Rain in Surat) આજે મેઘ મહેર જોવા મળી રહી છે. સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર ચાર કલાકમાં સુરત શહેરમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ(Meteorological department forecast) દ્વારા 5મી જુલાઈથી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.  બીજી તરફ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ(Orange alert in Surat district) આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા અધિકારીઓને હેડ કવાટર નહિ છોડવા સૂચના પણ આપવામાં આવી છે. આજે સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  બીજી તરફ ઉધના, વરાછા, લિંબાયત જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ભાઠેના વિસ્તારમાં બ્રીજ પાસે, સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. અહીં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.