અરવલ્લીમાં સાંબેલાધાર વરસાદ, 70 ગામડાઓમાં હાઈ એલર્ટ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા Heavy rain in Aravalli છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી બાજુ જળાશયોમાં પાણીની આવક થતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. માઝુમ જળાશયમાંથી (Water released from Mazum Reservoir) દિવસ દરમિયાન 3600 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મેશ્વો અને વૈડી જળાશય (Meshwo and Vaidi Reservoirs) 90 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં મોડાસા, માલપુર, ધનસુરા તાલુકામાં 2 ઇંચ જ્યારે મેઘરજ અને બાયડમાં 2.5 ઈંચ અને ભિલોડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. ડેમની હાલની પરિસ્થિતિમાં માઝમ ડેમમાં હાલ પાણીનું લેવલ 156.13 મીમી અને મેશ્વો જળાશય પાણીની સપાટી (Reservoir water level increased) 198.61 મીમી નોંધાઈ છે. અતિભારે વરસાદના કારણે 70 ગામડાઓ હાઈ એલર્ટના સ્ટેજ પર છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST