રૂદ્રપ્રયાગના ચોપતા-તડાગ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, લોકોને માઠી અસર - Monsoon in Uttrakhand

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2022, 4:25 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડમાં વરસાદી માહોલ (Monsoon in Uttrakhand) યથાવત છે. ભારે વરસાદને કારણે અનેક લોકોના જીવનને માઠી અસર (Massive Effects of Landslide) પહોંચી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ (Rudraprayag Landslide Video) જિલ્લાના ચોપતા-તડાગ હાઈવે પર ભયંકર ભૂસ્ખલન (rudraprayag landslide ) થયું છે. અહીં, મોટરવેનો લગભગ ત્રીસ મીટર ભૂસ્ખલનથી અસરપામ્યો છે. રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન ચાલું છે. વરસાદ વગર પણ ધીમે ધીમે પહાડોમાં તિરાડ પડવા લાગી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પરિસ્થિતિ એટલી વિકટ બની રહી છે કે લોકો ભયના કારણે ઘર ખાલી કરવા મજબૂર બન્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં ચોપતા-તડાગ મોટરવે પર પણ ભયાનક ભૂસ્ખલન થયું છે. રુદ્રપ્રયાગમાં વરસાદને કારણે 15થી વધુ મોટરવે હજુ પણ બંધ છે. જ્યારે પીવાના પાણીની 80 યોજનાઓ ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાવા સાથે પાણી પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ગ્રામીણ લોકોની મુશ્કેલી વધી છે. અહીં ટેકરી પરથી ટનની માત્રામાં કાટમાળ પડ્યો છે. આ ભૂસ્ખલનને કારણે લોકોના ઘર પર એક પ્રકારનું જોખમ ઊભું થયું છે. ગામના વડા બ્રિજમોહન સિંહ નેગીએ જણાવ્યું કે ચોપતા-તડાગ મોટરવે પર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ભૂસ્ખલનને કારણે ગ્રામજનો રાતભર ઊંઘી શકતા નથી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.