તળાવ છલકાતાં લોકોની ખૂલી ગઈ કિસ્મત, વેપારીએ આપ્યા ફ્રીમાં વડાપાઉં - ભુજમાં ફ્રી વડાપાઉં

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2022, 11:38 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

કચ્છ ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આખરે ગઈ કાલે આવી ચુકી હતી. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ આખરે (Hamirsar lake overflow in Bhuj) ઓવરફ્લો થયું છે. બે વર્ષ બાદ તળાવ છલકાતા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેની ભુજવાસીઓ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજના વડાપાઉંના વેપારી દ્વારા જનતા માટે અનોખી ઑફર રાખવામાં આવી છે. શહેરના સંદીપ વડાપાઉં તરફથી રોજ સાંજે 5થી 8 દરમિયાન વડાપાઉ ફ્રીમાં (Bhuj Vadapav free) આપવામાં આવ્યા હતા. ઓફરમાં એક વ્યક્તિ દીઠ એક જ વડાપાવ ફ્રીમાં આપવામાં આવશે. તેમજ પાર્સલ કે પેકિંગ સુવિધા આપવામાં નહીં આવે તેવી શરતો મુકવામાં આવી હતી. આ ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો વડાપાઉં વેપારી સંદીપભાઈએ જણાવ્યું હતું કે, મારે 1,000થી 1,200 વડાપાઉં લોકોને ખવડાવવાની ગણતરી હતી. Vadapav free by trader kept, Rain in Bhuj, free vadapav news
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.