Gujarat Rain Update : બંધારો છલકાતા લોકોના હૈયે આનંદની હેલી - Methla dam flooded
🎬 Watch Now: Feature Video
ભાવનગર : તળાજાના મેથળા ગામની સીમમાં આવેલા મેથળા બંધારો ભારે વરસાદમાં (Methla dam flooded) છલકાઈ ગયો છે. મેથળા બંધારો નવા (Rain in Bhavnagar) નીરથી છલકાતા લોકોના હૈયે આનંદની રમઝટ લાગી છે. આ બંધારોનું સરકારી પડતર જમીન પર આજથી બે વર્ષ પૂર્વે નિર્માણ કર્યું હતું. આ બંધારાને પગલે ખેડૂતોને બારેમાસ ખેત સિંચાઇ માટે પાણી અને માલધારીઓને પોતાના પશુઓના નિભાવ માટે વિશાળ જળરાશિ બારેમાસ ઉપલબ્ધ બને છે. તેમજ લાખો લીટર મીઠા પાણીનો સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર તથા પર્યાવરણને પારાવાર લાભો થઈ રહ્યા છે. જોકે આ બંધારો નિર્માણથી લઈને આજદિન સુધી વિવિધ પ્રકારના (Gujarat Rain Update) વિવાદોનું કેન્દ્રબિંદુ બનીને રહ્યો છે. પરંતુ હાલ ભારે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ આનંદ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST