પ્રાંતિજમાં ગૌરવ યાત્રાનું સ્વાગત, રૂપાલાએ કહ્યું ભાજપ બહુમત સાથે બનાવશે સરકાર - gujarat gaurav yatra in Prantij
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા બહુચરાજીથી શરૂ થયેલી ગૌરવ યાત્રા ત્રીજા (Gujarat Assembly Elections Sabarkantha) તબક્કામાં સાબરકાંઠાના પ્રાંતિજ પહોંચી હતી. જેમાં પ્રાંતિજ વિધાનસભા અંતર્ગત તલોદ, હિંમતનગર વિધાનસભા અંતર્ગત (Sabarkantha BJP gujarat gaurav yatra) ગાંભોઈ સહિત ઇડર, બડોલી ખાતે જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ તબક્કે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી ભાજપની ગૌરવયાત્રા મામલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પાણીની સમસ્યા દૂર થઈ છે. 24 કલાક વીજળી સહિત વિશ્વમાં ભારતની નામના વધી છે તે મામલે ગૌરવ યાત્રા થઈ રહી છે. તેમજ આગામી સમયમાં ભાજપ ફરી એકવાર સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે તે નક્કી છે. સાથોસાથ કશ્મીરની 370ની કલમ મામલે રજૂઆત કોંગ્રેસની આડે હાથ લીધી હતી. તેમજ આગામી સમયમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ફરી એકવાર ગુજરાતના ભાજપ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (BJP gujarat gaurav yatra in Prantij)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST