માત્ર વાતોઃ ગામના લોકોએ અભિયાન ઉપાડ્યું, બ્રીજ નહીં તો વોટ નહીં - Gujarat Assembly Vadodara Seat
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લાનું છેવાડે આવેલું વાંસદા તાલુકાના વાટી સહિત 10 થી 15 ગામના લોકોએ પુલ નહીં તો વોટ નહીંના બેનર્સ સાથે ચૂંટણીનો (Gujarat Legislative Assembly election) વિરોધ કર્યો છે. વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો તરીકે (Gujarat Election 2022) જાણીતો છે. જે ગામ બાજુમાં આવેલ કાળાઆંબા ગામ સાથે જુથ ગ્રામપંચાયતમાં આવે છે. આ ગામના લોકોએ પોતાની પંચાયત તેમજ સરકાર દ્વારા અપાતુ અનાજ તેમજ બાળકોએ શાળા તેમજ પોતાના તમામ કામોમાટે કાળાઆંબા તેમજ તાલુકા મથક વાંસદા જવા માટે કાળાઆંબા અને વાટી ગામની વચ્ચેથી પસાર થતી અંબિકા નદી પસાર કરી ને જવુ પડે છે. અંદાજિત રોજના 250 વાહનો આ નદી ઓળંગીને જતા આવતા હોય છે ત્યારે આ અંબિકા નદી ઉપર સરકાર દ્વારા કોઈપણ જાતનો કોઝવે કે બ્રિજ બનાવવામાં આવ્યો નથી. જેથી વર્ષના આઠ મહીના એટલે કે શિયાળો તેમજ ઉનાળાની સિઝનમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા માટી પુરાણ કરીને ગ્રામજનોના સહયોગથી અંબિકા નદીમાં માટીનુ પુરાણ કરી આવવા જવા માટે રસ્તાનુ નિર્માણ કરે છે.પરંતુ ચોમાસાની સિઝન શરૂ થાય અને અંબિકા નદીમાં નવા નીરની આવક થતાની સાથેજ ગામલોકો દ્વારા નિર્માણ કરાયેલ માટીનો બ્રિજ પાણીમાં ધોવાઈ જતો હોય છે. અને છ મહિના સુધી આ રસ્તો બંધ થઈ જાય છે આ રસ્તો બંધ થવાથી વાંસદા તાલુકાના કાળાઆંબા ,વાટી ,ખરઝઈ , સાદડદેવીઆ અને બાજુના જિલ્લા ડાંગ ના બોરીગાવથા, ચિકાર, ડુંગરડા ગામના લોકો તાલુકા તેમજ જિલ્લાથી સંપર્ક વિહોણા થઇ જાય છે. કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા ગામલોકોએ અંતે પુલ નહિ તો મત નહિ ના વિરોધના બેનરો લગાવી આવનાર વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST