મહેસાણા જિલ્લામાં પ્રથમ 2 કલાકમાં 5.46 ટકા મતદાન, બીજા તબક્કાની ચૂંટણીમાં બધી બેઠક પર મતદાતાઓનો ઉત્સાહ - મહેસાણા જિલ્લામાં
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા Second Phase Poll આજે 5 ડીસેમ્બર 2022ના રોજ યોજાઇ રહી છે. મહેસાણા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન (Voting in Mehsana ) શરુ થયું હતું. મહેસાણામાં મતદાનમાં 1869 મતદાન મથકો પર પ્રથમ 2 કલાકમાં 5.46 ટકા મતદાન નોંધાયું (First Hour Voting in Mehsana ) હતું. જેમાં બેઠકવાર જોઇએ તો મહેસાણા જિલ્લામાં 8 થી 9 વચ્ચેના મતદાનમાં ખેરાલુ 5.46 ટકા, ઊંઝા 4.56 મતદાન, વિસનગર 6.34 મતદાન, બહુચરાજી 7.18 મતદાન, કડી 4.34 મતદાન, મહેસાણા 5.53 મતદાન અને વિજાપુરમાં 4.71 મતદાન થયું હતું. મહેસાણા જિલ્લાના યુવા અને વયોવૃદ્ધ મતદારો સાથે મહિલા મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પણ મતદાન મામલે તમામ આયોજન પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST