મતદારોથી લઈને નેતાઓનો પાટીલ ભાઉએ માન્યો આભાર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન (Second Phase Poll 2022) પૂર્ણ થતા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ (CR Patil Press Conference) યોજી હતી. ચૂંટણી અને મતદાનની પ્રક્રિયામાં સિંહ ફાળો ભજવનાર તમામ બૂથ કાર્યકરો તેમજ વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા તમામ સાંસદો, મુખ્યપ્રધાનો અને નેતાઓનો આભાર માન્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આઠમી તારીખે વહેલી સવારથી મતદાન શરૂ થશે અને સાંજે મતદાન પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ બેઠકો સૌથી વધુ લીડથી જીતશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેઓએ ગત વખતની ચૂંટણી કરતા આ વખતે વધુ મતદાન થયું હોવાનું પણ કહીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. વિધાનસભા ચૂંટણી 2022માં પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા હવે આઠમી તારીખે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે કયા પક્ષના કેટલા દાવા સાચા સાબિત થાય છે તે તો ખ્યાલ આવી જ જશે. જો કે હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST