ફળિયા બુથ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે બોલાચાલીમાં ચપ્પુ ચાલ્યું - faliya booth Attack
🎬 Watch Now: Feature Video
દાહોદ : જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા મતવિસ્તારના મતદાન (Second Phase Poll 2022) મથકો પર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પરતું સાંજે ફતેપુરા વિધાનસભાના મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર (faliya booth Attack) પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના એજન્ટ ઉપર ચપ્પુથી હુમલો કરતા એક વ્યક્તિને પેટમાં ચપ્પુ વાગ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે દાહોદ ખાતે રીફર કરવામાં આવેલા હોવાનું જાણવા મળે છે. કુંડલાના ઉમરી માળ ફળીયા બુથ કેન્દ્ર ઉપર ચૂંટણી સંબંધી સામાન્ય બોલાચારી થઈ હતી. (Congress agent Attack in Fatepura) મળતી માહિતી મુજબ મારગાળાના પીપેર ફળિયા (Polling in Fatepura) બુથ કેન્દ્ર પર કોંગ્રેસના એજન્ટ રમણ ભગોરાનાઓ દ્વારા ભાજપ તરફી બોગસ મતદાન નહીં કરવા દેતા ઉશ્કેરાયેલા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રમણ ભગોરાને પેટમાં ચપ્પુ ચલાવ્યું હતું. જેઓને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી સંબંધી થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરે નહીં તે હેતુથી પોલીસ કાફલો મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર ખાતે દોડી આવ્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST