કેશોદમાં AAPના ઉમેદવારે ફોર્મ ભરતા સાયલન્ટ કિલરની ચર્ચા - ચુંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2022, 3:03 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

જૂનાગઢ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ (Junagadh assembly seat) રાજકીય પક્ષોમાં લોકોને રીઝવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેશોદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજી ચુડાસમાએ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ પત્ર રજુ કર્યું હતુ. રામજી ચુડાસમાને જનસમર્થન મળી રહ્યું (Ramji Chudasama in Keshod) હોવાથી આમ આદમી પાર્ટી સાયલન્ટ કિલર થવાનું ચર્ચાઈ રહ્યું છે. રામજી ચુડાસમાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી કાર્યકરો આગેવાનો સાથે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી વિજય થવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડીને સંગઠન મજબૂત બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તેમજ આ ચૂંટણી જાહેર થતાંની સાથે જ ઉમેદવાર જાહેર કરી પ્રાથમિક લોકસંપર્ક પુરજોશમાં પુર્ણ કરેલ છે. તદ્ઉપરાંત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કેશોદ શહેરમાં રોડ શો કરીને જનસમર્થન ઉભું કર્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.