PM મોદીના હિંમતનગરમાં આગમન લઈને ચૌધરીની કરી આ વાત - કૈલાશ ચૌધરી હિંમતનગરની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : હિંમતનગરમાં આગામી એક નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi visits Himatnagar) જાહેર સભાનું આયોજન થઈ રહ્યું છે. જેના પગલે વહીવટી તંત્ર અત્યારથી વિવિધ વ્યવસ્થાઓમાં જોડાયું છે. જોકે આજે કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચૌધરીએ હિંમતનગરમાં (Himatnagar assembly seat) સભા સ્થળે મુલાકાત કરી હતી. તેમજ વડાપ્રધાનની (PM Modi sabha in Himatnagar) જાહેર સભા વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારો સહિત સમર્થકો અને ટેકેદારો વિશાળ સંખ્યામાં હાજર રહેશે. તેમજ આ જાહેર સભા રેકોર્ડ બ્રેક બનશે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનનો છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો પ્રવાસ છે, ત્યારે તેમની જિલ્લા (Kailash Choudhary visits Himatnagar) પ્રત્યેની વિશેષ લાગણી પણ જોવા મળશે તેમ જણાવ્યું હતું. સાથોસાથ નરેન્દ્ર મોદી આગામી સમયમાં રોડ શો કરે તેવી પણ સંભાવનાઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પ્રધાને હાલ કોઈ રોડ શોની સંભાવનાઓ ન હોવાનું જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST