પુર્વ MLA બોલ્યા ભાજપ પાર્ટીમાં હોવ જ નહીં તો પછી સસ્પેન્ડ કેવી રીતે કર્યો - Keshod Assembly Candidate

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2022, 4:07 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીનો રંગ (Junagadh assembly seat) જામ્યો છે અને દરેક રાજકીય પક્ષો પોતે ચૂંટણી જીતેશે તેવો દાવો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની 88 કેશોદ વિધાનસભા હાલ ચર્ચામાં આવી છે. કેમ કે, અહીંથી નારાજ ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ (Keshod assembly seat) ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. દેવા માલમને ટિકિટ આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય રિસાઈ ગયા છે. જેને લઈને અરવિંદ લાડાણીએ (Former MLA Arvind Ladani)પ્રતિક્રિયા આપી હતી કે, મે આજે સોશિયલ મીડીયામાં જોયું તો ભાજપે મને સસ્પેન્ડ કર્યો છે. તેવા સમાચાર મુક્યા છે. તો મારે જાણવું છે કે 12 તારીખે રાજીનામું દીધેલ હોવા છતાં 20 તારીખે મને સસ્પેન્ડ કેવી રીતે કરી શકે અને સોશિયલ મીડિયાના ભાઈયોને પણ મારે કહેવાનું છે કે, મે અત્યારે પાર્ટીમાંથી (Keshod Assembly Candidate) સામેથી રાજીનામું દીધું હોય, પાર્ટીમાં હોવ જ નહીં. તો પછી સસ્પેન્ડ કેવી રીતે કર્યો.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.