વલસાડની પાંચ બેઠકોના ઉમેદવારોએ મતદારોનો માન્યો આભાર - BJP wins in Valsad
🎬 Watch Now: Feature Video
વલસાડની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે (BJP wins in Valsad) વિજયી બન્યા છે. તમામ ભાજપના ઉમેદવારોએ આ ઐતિહાસિક લીડ અપાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. જિલ્લાની વિધાનસભા બેઠક (Valsad assembly seat) પૈકી વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવાર ભરત પટેલે ઇતિહાસ રચ્યો છે. તો, સાથે સાથે પારડી, ઉમરગામ બેઠક પર પણ ભાજપે મોટી લીડ (Valsad Assembly Candidate) મેળવી ઇતિહાસ રચી દીધો છે. જે અંગે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડની 5 બેઠકો આ પહેલા પણ ભાજપ પાસે હતી અને આ ચૂંટણીમાં ગત ટર્મ કરતા પણ વધુ લીડ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST