thumbnail

By

Published : Nov 8, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ETV Bharat / Videos

ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં ભરૂચ વાસીઓની કઈક આવી છે માંગ

Gujarat Assembly Election 2022: ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાની બેઠકો આવેલી છે. જે પૈકી ભરૂચ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા આશરે 2 લાખથી વધુ છે. ભરૂચ વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. (Etv Bharat Chuntani Charcha) 1990થી બિપીન ચંદ્ર શાહ સતત 3 વાર ધારાસભ્ય બન્યા હતા, ત્યાર બાદ રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય તરીકે રહ્યા હતા. વર્તમાન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે. વર્તમાન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે. ભરૂચ વિધાનસભામાં રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, શિક્ષણ, હોસ્પિટલ, રોજગારી અને ભ્રષ્ટાચારને લઈને મતદારોએ પોતાનો મત રજૂ કર્યો હતો. ત્યારે આ વિસ્તારમાં વિકાસના કામો લોકોના ધ્યાન પર છે કે નહીં ? લોકો શુ પરિવર્તન ઈચ્છે છે (Bharuch public mood) કે જૂની સરકારની કામગીરી હજુ લોકોને મનભાવી રહી છે, શુ કહ્યું આ વિસ્તારના લોકોએ જાણીએ ચૂંટણી ચર્ચામાં લોકો પાસેથી. (Bharuch Chuntani Charcha)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.