નવી દિલ્હી: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજરોજ નવરાત્રિના પ્રથમ દિવસે સાથી ભારતીય ભાઈ બહેનોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, "હું મારા તમામ દેશવાસીઓને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. જય માતા દી!"
પીએમ મોદીની દેશવાસીઓને શુભકામનાઓ: વધુમાં પીએમ મોદી લખ્યું હતું કે, "નવરાત્રિના પ્રથમ દિવસે, હું મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના કરું છું! તેમની કૃપાથી દરેકને આશીર્વાદ મળે. દેવીની આ પ્રાર્થના તમારા બધા માટે છે."
समस्त देशवासियों को नवरात्रि की असीम शुभकामनाएं। शक्ति-वंदना को समर्पित यह पावन पर्व हर किसी के लिए शुभकारी सिद्ध हो, यही कामना है। जय माता दी!
— Narendra Modi (@narendramodi) October 3, 2024
नवरात्रि के पहले दिन मां शैलपुत्री की करबद्ध प्रार्थना! उनकी कृपा से हर किसी का कल्याण हो। देवी मां की यह स्तुति आप सबके लिए… pic.twitter.com/sFCnbXSHys
— Narendra Modi (@narendramodi) October 3, 2024
ગૃહ મંત્રી અમિત શાહની દેશવાસીઓને શુભકામનાઓ: ગૃહ મંત્રી અમિત શાહે પણ શુભ અવસર પર વિશ્વ માટે "કલ્યાણ, સુખ અને શાંતિ" માટે પ્રાર્થના કરીને સાથી ભારતીયોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, "નવરાત્રિના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. નવરાત્રિ શક્તિની ઉપાસના, આધ્યાત્મિક ઊર્જાના સંચય અને બ્રહ્માંડની માતા મા અંબેના નવ સ્વરૂપોની ઉપાસનાનો મહાન તહેવાર છે. હું મા દુર્ગાને સમગ્ર વિશ્વની સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું."
समस्त देशवासियों को नवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएँ।
— Amit Shah (@AmitShah) October 3, 2024
नवरात्रि, शक्ति की आराधना, आध्यात्मिक ऊर्जा के संचय और जगत जननी माँ अम्बे के नौ रूपों की उपासना का महापर्व है। माँ दुर्गा से समस्त विश्व के कल्याण, सुख और शांति की कामना करता हूँ।
जय माता दी! pic.twitter.com/AENsH9GnPQ
યુપી સીએમ યોગી આદિત્યનાથની દેશવાસીઓને શુભકામનાઓ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર એક પોસ્ટમાં સાથી દેશવાસીઓ માટે "સુખ, શાંતિ અને સમૃદ્ધિ"ની આશા વ્યક્ત કરીને લોકોને નવરાત્રિની તેમની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, "રાજ્યના તમામ ભક્તો અને રહેવાસીઓને આદિ શક્તિ મા દુર્ગાની ઉપાસનાના પવિત્ર તહેવાર 'શારદીય નવરાત્રિ' નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ! મારી પ્રાર્થના છે કે મા ભગવતી દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની આશીર્વાદ આપે."
નવરાત્રિના ઉત્સવ નિમિત્તે દેશભરના મંદિરોમાં દેવી દુર્ગાની ઉપાસના માટે સમર્પિત નવ-દિવસીય ઉત્સવના આ પહેલા દિવસની ઉજવણી કરવા માટે એકસાથે ઘણા ભક્તો તેમજ શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળે છે.
सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2024
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥
सभी भक्तों एवं प्रदेश वासियों को आदिशक्ति माँ दुर्गा की उपासना के पावन महापर्व 'शारदीय नवरात्रि' की हार्दिक बधाई व शुभकामनाएं!
माँ भगवती सभी के जीवन को सुख-शांति, समृद्धि व आरोग्यता से अभिसिंचित… pic.twitter.com/Rnd6fBCn4T
અશ્વિનના ચંદ્ર મહિનામાં મનાવવામાં આવતો તહેવાર: મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભારતભરમાં ઉજવાતી શારદીયા નવરાત્રી એ એક પવિત્ર હિન્દુ તહેવાર છે જે નવ રાત સુધી ચાલે છે. જે અંતર્ગત દેવી દુર્ગાની પ્રાર્થના અને ઉજવણીકરવામાં આવે છે. અશ્વિનના ચંદ્ર મહિનામાં મનાવવામાં આવતો આ તહેવાર ઉત્સાહપૂર્વક પૂજા, વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક નૃત્ય એટલે કે ગરબા સાથે ઉજવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, નવરાત્રિના દરેક દિવસ દેવીના એક અલગ સ્વરૂપને સમર્પિત હોય છે. જે શક્તિ, કરુણા અને બુદ્ધિ, શાંતિ, સાહસ એમ વિવિધ પાસાઓનું પ્રતીક છે. આ નવ દિવસ ભક્તો દેવીના ઉપવાસ કરે છે, ભક્તિ ગીતો ગાય છે ઉપરાંત ગરબા અને દાંડિયા જેવા પરંપરાગત નૃત્યોમાં ભાગ લે છે.
આ પણ વાંચો: