ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં અંક્લેશ્વરવાસીઓની કઈક આવી છે માગ - Ankleshwar public mood
🎬 Watch Now: Feature Video
Gujarat Assembly Election 2022: ભરૂચ જિલ્લામાં ૫ વિધાનસભાની બેઠકો આવેલી છે. જે પૈકી અંક્લેશ્વર વિધાનસભામાં (Ankleshwar Assembly seat of Bharuch) કુલ મતદારોની સંખ્યા આશરે 2.5 લાખથી વધુ છે. અંક્લેશ્વર વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. (Ankleshwar Assembly Mla List) 1990માં ઠાકોરભાઈ પટેલ ધારાસભ્ય બન્યા હતા, ત્યાર બાદ રતનજી પટેલ ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ત્યાર બાદ જેન્તીભાઇ પટેલ અને ત્યાર બાદ સતત 4 ટર્મથી જીતતા આવ્યા છે. વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સંસદીય સચિવ, તા.02-03-2009નાં રોજથી ગુજરાત રાજયનો કાર્યભાર સંભાળ્યો. અંક્લેશ્વરમાં એશિયાની સૌથી મોટી જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસીમાં વિવિધ કેમિકલ્સ ફાર્મા કંપનીઓ ડાયસ અને કલર કંપનીઓ પણ આવેલી છે. ભારત અને ગુજરાતના વિકાસમાં અંકલેશ્વર જીઆઇડીસીનો સિંહ ફાળો રહ્યો છે. અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં (Ankleshwar Chuntani Charcha) વર્તમાન ધારાસભ્ય દ્વારા રોડ રસ્તા,ગટર વ્યવસ્થા, હોસ્પિટલ, શિક્ષણ અને પ્રદૂષણ ને લગતી સમસ્યાઓ બાબતે કેટલા કામો કર્યા છે અને કેટલા કામો બાકી છે તે બાબતે અંકલેશ્વર વિધાનસભાના મતદારોએ ETV Bharatના વિશેષ કાર્યક્રમમાં પોતાનો મિજાજ (Ankleshwar public mood) રજૂ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST