આપની સરકાર બન્યાના મહિનામાં જ જૂની પેન્શન યોજના લાગુ થશે..! - Arvind kejriwal on old pension scheme
🎬 Watch Now: Feature Video
Gujarat Assembly election 2022: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરવાલ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ (Arvind kejriwal on old pension scheme) કરવામાં આવે. હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST