માંડવીમાં જૂની પેન્શન યોજના અંગે મહારેલી યોજી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મેદાનમાં આવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 12, 2022, 4:28 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની પડતર માગણીઓ સંદર્ભે સરકાર તરફથી સાનુકૂળ પ્રતિસાદ ન મળતા હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મેદાનમાં આવ્યો છે. રવિવારે સુરત જિલ્લાના માંડવીમાં પ્રમુખ કિરીટ પટેલની આગેવાનીમાં ઝોન કક્ષાની વિશાળ રેલી યોજાઇ હતી. દક્ષિણ ઝોનની આ રેલીમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો સહિત અન્ય વિભાગનાં કર્મચારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતાં. માંડવી નગરપાલિકાનાં મેદાનથી શરૂ થયેલ આ રેલીમાં 10000 થી વધુ સંખ્યામાં બેનરો અને પ્લે કાર્ડ સાથે જોડાયેલા કર્મચારીઓએ પોતાની માંગણીઓનાં સંદર્ભમાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું. આ મહારેલી એસટી ડેપો થઈ પ્રાંત કચેરીએ પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત વિવિધ જિલ્લાનાં હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. Government Employees protest in Mandvi , Memorandum over Pending Demands , Old Pension Scheme , Gujarat State United Employees Front , Rally of Government Employees in Mandvi Surat
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.