Junagadh Rain: જૂનાગઢમાં પડેલા ધીમી ધારે વરસાદથી ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યું - Junagadh rain
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2023/640-480-18959595-thumbnail-16x9-jd-aspera.jpg)
જૂનાગઢમાં આજે ગિરનાર પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય એકદમ ખીલેલું જોવા મળે છે. હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે. તે મુજબનો અતિ ભારે વરસાદ જુનાગઢમાં હજુ સુધી નોંધાયો નથી. પરંતુ સતત ધીમી ધારે વરસી રહેલો વરસાદ ગિરનારના કુદરતી પ્રાકૃતિક સૌંદર્યને જાણે કે નવજીવન આપતો હોય તે પ્રકારે ગિરનાર પર્વત પરથી નાના નાના ઝરણાઓ વહેતા જોવા મળે છે. તો બીજી તરફ ગિરનારના પાણીનો એકત્ર થયેલો પ્રવાહ દામોદર કુંડમાં આવી રહ્યો છે. જેના કારણે અહીંથી પણ ખૂબ જ વરસાદ પાણી વહેતા જોવા મળ્યા હતા. જોકે, સોમવારથી ત્રણ દિવસ માટે જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખેડૂતો હવે વરસાદ ન પડે તો સારૂ એવી આશા રાખે છે. જેથી પાકને સારી રીતે પાકવા માટેનો સમય મળી રહે.