Junagadh Ganapati: ધર્મની સાથે વિજ્ઞાનનો અનોખો સંયોગ, દીપાંજલીમાં ગણપતિ મહારાજ આપી રહ્યા છે ચંદ્રયાન સાથે દર્શન - Chandrayaan in Deepanjali in Junagadh
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 9:49 AM IST
જૂનાગઢ: ગણેશ ચતુર્થીના દિવસે જૂનાગઢ શહેરમાં અંદાજિત 2000 કરતાં વધુ જગ્યા પર ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાની ધાર્મિક આસ્થા અનુસાર ગણપતિ મહારાજનું પૂજન અને દર્શન કરી રહ્યા છે. ત્યારે દીપાંજલિ યુવક મંડળ દ્વારા દીપાંજલિકા રાજા નામની છે. ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગણપતિ ધર્મની સાથે વિજ્ઞાનના અનોખા સંયોગ રૂપે પણ જોવા મળે છે. અહીં ગણપતિ મહારાજની પ્રતિમા સાથે ચંદ્રયાનનું મોડેલ પણ મૂકવામાં આવ્યું છે. ગણપતિ મહારાજને અંતરીક્ષના શણગાર કરવામાં આવ્યા છે. જેમાં કાગળ અને થરમોકોલ નો ઉપયોગ કરીને વાદળની સાથે ચંદ્રયાનનું મોડેલ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન કરવા માટે પણ લોકો હવે દૂર દૂરથી આવી રહ્યા છે. ખાસ કરીને બાળકો ચંદ્રયાનના મોડેલ સાથેના ગણપતિના દર્શન કરીને ધર્મની સાથે વિજ્ઞાનના સમન્વયને આવકારી રહ્યા છે. આવનારા દિવસોમાં ભારત વર્ષ ખગોળીય ક્ષેત્રે વધુ સંશોધન કરે અને તેમાં ગણપતિ મહારાજ ભારતને શક્તિ પ્રદાન કરે તેવા આશીર્વાદ પણ માંગી રહ્યા છે.