જાણો કેમ પૂર્વ પ્રધાન ગણપત વસાવાએ કોંગ્રેસના ધારાસભ્યોનો આભાર માન્યો - પૂર્વ પ્રધાન ગણપત વસાવા
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાનાં માંગરોળમાં દ્રોપદી મૂર્મુનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (President election 2022 result)વિજય થતા આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મોસાલી APMC ખાતેથી માંગરોળ ચાર રસ્તા સુધી પરંપરાગત વાજિંત્રો, પહેરવેશ અને આદિવાસી નૃત્ય સાથે રેલી કાઢવામાં(Presidential Election 2022 ) આવી હતી. આ રેલીમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવા, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક અને આદિવાસી સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો જોડાયા હતા. પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કે, કોંગ્રેસ પાર્ટીનો પરિવારવાદ અને જૂથવાદના કારણે સમગ્ર દેશમાં સફાયો થયો છે. કોંગ્રેસના જે ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે. પોતાની પાર્ટી આદેશનો ભંગ કરી યોગ્ય ઉમેદવારને વોટ આપ્યો તેમનો આભાર માનું છું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST