પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ રેલી યોજી જંગી મેદની સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું - Former cabinet minister Jayesh Raddia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2022, 5:29 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

રાજકોટના જેતપુરમાં પૂર્વ કેબિનેટ પ્રધાન અને ભાજપના જયેશ રાદડિયાએ જેતપુર ખાતેથી જંગી મેદની સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. જેતપુર જામકંડોરણા વિધાનસભા પર પૂર્વ કેબિનેટ પ્રધાન અને ભાજપના જયેશ રાદડિયાએ જેતપુર શહેરમાં રેલી યોજીને પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. ત્યારે જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર આવતી પ્રતિમાઓને જયેશ રાદડિયાએ હારતોરા કરી અને જંગી મેદના સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. ત્યારે આ તકે ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના સૌ કોઈ લોકો જયેશ રાદડિયા સાથે જોડાયા હતા. અને બહોળી સંખ્યામાં જેતપુર શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી હતી. મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે.જયેશ રાદડિયાએ ફોર્મ રજૂ કરતા પહેલા જેતપુર શહેરમાં એક સભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સભાની અંદર હજારોની સંખ્યામાં ભાજપના નેતાઓ, આગેવાનો કાર્યકર્તાઓ તેમજ સમર્થકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જયેશ રાદડિયાની ફોર્મ ભરતી વખતે યોજાયેલ રેલીની અંદર કોઈપણ પ્રકારના ફટાકડાઓ ફોડવામાં આવ્યા નહોતા. કોઈપણ પ્રકારનું ડી.જે. કે ઢોલ નગારા પણ રાખવામાં આવ્યા ન હતા. તે બાબતે જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ મોરબીની ઘટના બાદ લોકોએ પગપાળા જ ચાલીને આ રેલી યોજી હતી અને જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ ઉમેદવારી નોંધાવવા પહોંચી હતી. રેલી બાદ જયેશ રાદડિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. Former cabinet minister Jayesh Raddia Jamkandorana Assembly Jetpur Jamkandorana Assembly
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.