Kutch News: માંડવીના આસરાણી ગામના સીમાડામાં વહેલી પરોઢના પવનચક્કીમાં આગ ફાટી નીકળી

🎬 Watch Now: Feature Video

thumbnail

કચ્છ: જિલ્લામાં વધુ એક પવનચક્કીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. કચ્છના માંડવીના આસરાણી ગામના સીમાડામાં આવેલ પવનચક્કીમાં આગ લાગી હતી. ગામ લોકોના જણાવ્યા મુજબ આજે વહેલી પરોઢના પવનચક્કીમાં આગ ફાટી નીકળી હતી. પવનચક્કીમાં લાગેલી આગ દૂર દૂર સુધી જોવા મળી હતી. તો જિલ્લામાં અગાઉ પણ અનેક વખત પવનચક્કીમાં આગના બનાવો બની ચુક્યા છે. આ અગાઉ અબડાસાના ઐડા અને લૈયારી વચ્ચે પવનચક્કીમાં લાગી આગ હતી. જેના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.ગામની સીમ વિસ્તારમાં આવેલ સુજલોનની પવનચક્કીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. તો વહીવટી તંત્રએ પણ પવનચક્કીઓની કંપનીઓને મંજૂરી આપતા પૂર્વે લોકોના જીવન પર કોઈ અસર ન થાય તેની ચકાસણી પણ કરવી જોઈએ. ક્યારેક ગામની સીમમાં આવેલ પવનચક્કીના પાંખીયા પણ પડી જતાં હોય છે, તો ક્યારેક ખુદ પવનચક્કી પણ ધ્વસ્ત થતી હોય છે. ત્યારે આવી કંપનીઓને વહીવટી તંત્રએ નોટિસ પણ પાઠવવી જોઈએ. જોકે અત્યાર સુધીમાં પવનચક્કીના બનેલા બનાવોમાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ વહીવટી તંત્રએ તાકીદે પગલાં લેવા અનિવાર્ય છે.

  1. Kutch Taluka Panchayat : કચ્છની દસે દસ તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો, હવે લખપત અને અબડાસા કોંગ્રેસમુક્ત
  2. Kutch Flamingo Tourism : ખડીરબેટમાં જોવા મળ્યા હજારો ફલેમિંગો, વિકસાવી શકાય છે 'ફ્લેમિંગો ટૂરિઝમ'

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.