અમદાવાદ: ગુજરાતી મહિલાઓમાં સાડી પહેરવાનું ચલણ ઓછું થયું છે, પણ સાડીઓનું વેચાણ અને ભાવ આકાશે આંબ્યા છે. આજ કાલ અમદાવાદમાં બનારસી, પટોળા, બાંધણી, કાંજીવરમ, પશ્મીના ટશર, સિલ્ક અને પેઠની જંગલો પ્રકારની લાખોમાં વેચાતી સાડીઓ ખરીદાય છે. ત્યારે હાલમાં ગુજરાતી મહિલાઓનો સાડીઓ પ્રત્યેનો પ્રેમ કેવો છે તે આ અહેવાલમાં જાણવાનો પ્રયાસ કર્યો છે.
મધ્યમ વર્ગીય પરિવારના એક લગ્નના કુલ ખર્ચની કિંમત બરોબર એક એક સાડી વેચાય છે
ગુજરાતીઓ આર્થિક સમૃદ્ધ છે. ગુજરાતી મહિલાઓ સાદી સુતરાવ કે સિલ્ક અથવા બનારસી સાડી પહેરવાની સાથે હવે લાખોની કિંમતની સાડીઓ ખરીદી શકે છે. અમદાવાદના સાડી માર્કેટમાં સારી સાડી 300 રુથી માંડી 25 લાખની કિંમતમાં મળે છે. જે કોઇ પણ મધ્યમ વર્ગીય પરિવારના લગ્નના સંપૂર્ણ ખર્ચને બરોબર છે.
સાડીઓના ટ્રેન્ડ અને સાડીના રેડી ટુ વેર પ્રમાણે ભાવ
અમદાવાદમાં વર્ષોથી લગ્નસરાની સાડી હોય કે, બાંધણી કે પાટણના પટોળા હોય એ લગ્ન, તહેવાર અને શુભ પ્રસંગે પહેરાય છે. સાડીઓના રંગ, કોમ્બિનેશન, કાપડ, ટેક્ષ્ચર અને તેની બાંધણી પ્રમાણે તેના ભાવ હોય છે. હાલમાં સાડીઓના ટ્રેન્ડ અને સાડીના રેડી ટુ વેર પ્રમાણે ભાવ હોય છે. એક સાડી 400 રુથી માંજી રુ. 10 લાખની કિંમત સુધીની બજારમાં હાલ ઉપલબ્ધ છે.
ગુજરાતીઓ અને એન.આર.આઈની સાડીમાં ભરતકામ અને એથનિક કામોની સાડીની માંગ વધારે છે
ગુજરાતી અને સવિશેષ તો બિન-નિવાસી ગુજરાતીઓમાં સાડીના રંગો સાથે તેના ડિઝાઇનર, સાડીના કાપડ પર થયેલ એથનિક અને જરીના કામને ખરીદીના સમયે ધ્યાને રાખે છે. નવી પેઢી સાડીને એક ડિઝાઇનપવેરની જેમ જુએ છે. યુથ હવે રેડી ટુ વેર સાડી વધુ પહેરે છે. મોંધી સાડીઓમાં જોઇએ તો બનારસી, ટશર, પાટણના પટોળા, બાલુચા, બાંધણી, કાંજીવરમ અને પશ્મીના સિલ્કની સાડી વધુ પસંદ કરે છે.
જીન્સ પહેરતી નવી પેઢીની યુવતીઓ અને મહિલાઓ પણ પ્રસંગોપાત સાડી પહેરે છે, પણ એ મોંઘી અને ડિઝાઇનર સાડી પહેરવાનું પસંદ કરે છે. ગુજરાતીઓમાં સાડી પ્રત્યેનો ટ્રેન્ડ બદલાયો છે. પણ સાડી પ્રત્યેનું આકર્ષક યથાવત રહ્યું છે.
ગુજરાતી સ્ત્રીઓ માટે સાડીએ ફેશન અભિવ્યક્તિનું આગવું અંગ છે.
ગુજરાતી સ્ત્રીઓ પાસે વિવિધ પ્રકારની પ્રાદેશિક સાડીઓના પ્રકાર છે. જે ગુજરાતી મહિલાઓ પાસે હકારાત્મ પાસુ છે. પાટણના પટોળા, હોય કે જામનગરી બાંધણી હોય . ગુજરાતી મહિલાઓ પ્રસંગોપાત અને તહેવારોમાં સાડી પહેરે છે. છેલ્લાં કેટલાંક સમયથી વર્કીંગ વુમન હોય કે ગૃહિણી હોય સમયની માંગ પ્રમાણે રેડી ટુ વેર થી માંડી એથનિક ડિઝાઇનની સાડી પહેરવાનું ચલણ વધતુ જાય છે, એવો મત યંગ ફેશન ઇન્ટરપ્રુનર દિપના ક્રિપલાનીનો રહ્યો છે.