અમદાવાદ: PMJAY યોજના અંતર્ગત થયેલા કાંડમાં 4 દિવસ અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં PMJAY યોજનાના બનાવટી કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આ કાંડમાં પકડાયેલા 6 આરોપીઓની રિમાન્ડ પર સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલોમાં PMJAY યોજનાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આયુષ્માન કાર્ડ બનાવી આપવાનું કૌભાંડના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવી જ રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થઈ રહેલા બોગસ ઓપરેશનની ફરિયાદની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે કરી અને છ આરોપીઓની ધરપકડ ચાર દિવસ અગાઉ કરી હતી. જેમના રિમાન્ડ આજે પૂર્ણ થતા મેટ્રોપોલિટન કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી ધકેલી દીધા છે.
પકડાયેલા આરોપીઓ
1. નિમેષ ડોડીયા
2. મોહમ્મદ ફઝલ શેખ નરેન્દ્રસિંહ
3. ગોહિલ મહમદ
4. અશફાક શેખ
5. ઈમ્તિયાઝ
6. ઈમરાન જાબીર હુસૈન
ઉલ્લેખનીય છે કે ગત સુનાવણી દરમિયાન 4 દિવસ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે PMJAY યોજના હેઠળ બનાવટી કાર્ડ બનાવટી કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળ્યા પછી આરોપીઓના રિમાન્ડ શનિવારના ત્રણ વાગ્યા સુધી મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: