અમદાવાદ: કચ્છમાં રણોત્સવ શરૂ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે. આ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ રણોત્સવને 'અવિસ્મરણીય અનુભવ' બતાવતા લોકોને તેની 'સંસ્કૃતિ, ઈતિહાસ અને આકર્ષક કુદરતી સૌંદર્યના અનોખા મિશ્રણ'માં ડૂબી જવા માટે કચ્છની મુલાકાત લેવા વિનંતી કરી હતી. PM મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'સફેદ રણ બોલાવી રહ્યું છે! ક્યારેય ભુલાય નહીં તેવો અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે! આવો, સંસ્કૃતિ, ઈતિહાસ અને આકર્ષક કુદરતી સૌંદર્યના અનોખા મિશ્રણમાં લીન થઈ જાઓ!'
1 ડિસેમ્બર, 2024થી શરૂ થયેલો આ ફેસ્ટિવલ 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે, જેમાં ટેન્ટ સિટી માર્ચ સુધી ખુલ્લું રહેશે.
कच्छ की परंपरा, संस्कृति और विरासत का प्रतीक रण उत्सव हर किसी का मन मोह लेने वाला है। अद्भुत क्राफ्ट बाजार हो, सांस्कृतिक कार्यक्रम या फिर खान-पान की परंपरा, यहां का आपका हर अनुभव अविस्मरणीय बन जाएगा। आप सभी से मेरा आग्रह है कि एक बार अपने परिवार के साथ इस रण उत्सव में जरूर आएं। pic.twitter.com/df1ewGi8Sr
— Narendra Modi (@narendramodi) December 21, 2024
'હું રણ ઉત્સવ માટે વ્યક્તિગત આમંત્રણ આપી રહ્યો છું'
રણોત્સવ અંગે પીએમ મોદીએ કહ્યું કે, 'આ પોસ્ટ દ્વારા હું તમને તમામ ગતિશીલ, મહેનતુ પ્રોફેશનલ્સ અને તમારા પરિવારજનોને કચ્છમાં આવવા અને રણોત્સવનો આનંદ માણવા માટે મારું વ્યક્તિગત આમંત્રણ આપી રહ્યો છું. હું તમને બધાને ખાતરી આપું છું કે રણોત્સવ જીવનભરનો અનુભવ બની રહેશે.
'પ્રદેશની વિશિષ્ટતાની જીવંત ઉજવણી'
વડા પ્રધાન મોદીએ પ્રદેશની સમૃદ્ધ કલા અને હસ્તકલા, ઉષ્માભર્યું આતિથ્ય અને ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિના પ્રતીક તરીકે તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ કહ્યું, 'દર વર્ષે, કચ્છના પ્રેમાળ લોકો પ્રતિષ્ઠિત રણ ઉત્સવ માટે તેમના દરવાજા ખોલે છે - આ પ્રદેશની વિશિષ્ટતા, આકર્ષક સુંદરતા અને શાશ્વત ભાવનાની ચાર મહિના લાંબી ઉજવણી. ટેન્ટ સિટી સફેદ રણની અદભૂત પૃષ્ઠભૂમિમાં આરામદાયક રોકાણની ખાતરી આપે છે. આરામ કરવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અને, જેઓ ઈતિહાસ અને સંસ્કૃતિના નવા પાસાઓ શોધવા માંગે છે, તેમના માટે અહીં પણ ઘણું બધું છે.
A special invitation to all of you!https://t.co/oK4rQmQqon
— Narendra Modi (@narendramodi) December 21, 2024
પીએમ મોદીએ બધાને 2025ની શુભકામનાઓ પાઠવી છે
પીએમ મોદીએ કહ્યું, તેથી હું આશા રાખું છું કે તમે જલ્દી કચ્છ આવશો! અન્ય લોકોને કચ્છની મુલાકાત લેવા પ્રેરણા આપવા માટે તમારા અનુભવો સોશિયલ મીડિયા પર પણ શેર કરો. હું તમને 2025 માટે શુભેચ્છા પાઠવવા માટે આ તકનો લાભ લઈશ અને આશા રાખું છું કે આવનારું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે સફળતા, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લઈને આવે!.
'રણ ઉત્સવ'ની શરૂઆત 2005માં થઈ હતી
કચ્છની પ્રવાસન ક્ષમતાનો ઉપયોગ કરવા માટે 2005 માં શરૂ કરાયેલ, રણોત્સવ ત્યારથી દૂર-દૂરથી મુલાકાતીઓને આકર્ષે છે અને તેને અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ધોરડો ગામ જ્યાં દર વર્ષે રણ ઉત્સવ ઉજવવામાં આવે છે, તેને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા 2023 ના શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
Discover the breathtaking beauty of Dhordo, the gateway to the surreal White Rann of Kutch! Immerse yourself in vibrant art, crafts, & culture, where the endless white salt desert meets colorful traditions. Witness mesmerizing sunsets, folk music, & the magic of the Rann Utsav.… https://t.co/l8bm2kZs04
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 21, 2024
CM ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું- કચ્છ નહીં દેખા તો...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીની પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ કચ્છનું સફેદ રણ વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બન્યું છે. અહીં આયોજિત રણોત્સવ એ પ્રાકૃતિક સૌંદર્યની સાથે કલા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે. રણ ઉત્સવની મુલાકાત લો, તમે પોતે જ કહેશો કે "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા."