ETV Bharat / state

ડુંગળીએ ખેડૂતોને દઝાડયા, આવક વધી તો ભાવ ઘટી ગયા, ખેડૂતોએ વ્યક્ત કરી હૈયાવરાળ - ONION PRICE

મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની 35 હજાર ગુણીની આવક થઈ છે, બીજી તરફ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

ડુંગળીના ઘટતા ભાવને લઈને ખેડૂતો ચિંતિત
ડુંગળીના ઘટતા ભાવને લઈને ખેડૂતો ચિંતિત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ભાવનગર: ભારતમાં ડુંગળી પકવતો જિલ્લો ભાવનગર બીજા નંબરે આવે છે, ત્યારે ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની ભરચક આવક શરૂ થઈ છે. મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં 35 હજાર ગુણીની આવક થઈ છે. મહુવા યાર્ડના ચેરમેને તો સરકારને પત્ર લખી એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરવાની માંગ કરી લીધી છે. જાણો ભાવ ઘટવાના આખરે ક્યાં ક્યાં કારણો છે.

તડકો, ટાઢ કે વરસાદ કાળી મજૂરી કરીને ખેડૂત પોતાના ખેતરમાં ધાન પકવે અને તેનું વળતર ના મળે તો તે જરૂર દુઃખી થાય છે, હા આવું ફરી થવા પામ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થતા જ ભાવો ગગડી ગયા છે. જગતનો તાત દુઃખી થઈ ગયો છે. જો કે તેના કારણો પણ સામે આવ્યા છે,

ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો ચિંતિત (Etv Bharat Gujarat)

ખેડૂત આગેવાનોનો બળાપો: ખેડૂત આગેવાન દશરથસિંહ રમજુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે , અત્યારે ભારતમાં જે ડુંગળીનું ઉત્પાદન શરુ થઇ ગયું છે, તો એની સામે પાકિસ્તાનમાં પણ ડુંગળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ડ્યુટી નથી અને ઇન્ડિયામાં 20 ટકા જેવી ડ્યુટી લાગે છે, એટલે વિદેશમાં ભારતમાંથી ખરીદી ઘટી ગઈ છે, એટલે તાત્કાલિક સરકારે 20 ટકા ડ્યુટી કાઢી અને એક્સપોર્ટ ખુલ્લું મૂકી દેવું પડે અને ઓપન કરવું પડે નહિંતર ભાવ મળશે નહીં અને ખેડૂત હજુ પાયમાલ થઈ જશે.

ડુંગળીની મબલક આવક પણ ભાવ ઘટતા ખેડૂતો નિરાશ
ડુંગળીની મબલક આવક પણ ભાવ ઘટતા ખેડૂતો નિરાશ (Etv Bharat Gujarat)

હવે ખેડૂતોને સરકાર પાસે આશા...

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ વાવેતર થયું છે, ત્યારે ડુંગળીની યાર્ડમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે સરકાર દ્વારા 20 ટકા નિકાસ ડ્યુટી લગાડવામાં આવે છે. આથી એક મણે જે ભાવ મળે છે, તેના 20 ટકા રકમ સરકાર પાસે જાય છે. જો કે ખેતરમાં ખર્ચો કરતા અને ડુંગળી પકવતા મહુવાના તાલુકાના ગુંદરણા ગામના ખેડૂત વીરાભાઈ સામતભાઈએ જણાવ્યું હતું કે, ''અમે અહીં જે ડુંગળી લઈને આવ્યા છીએ, એ ડુંગળીના અત્યારે ભાવનગર યાર્ડમાં મોટા ભાગે 200, 250 કે વધીને 300 રૂપિયા એમ આવે છે. મારે એક વીઘે 35,000 ઉપર ખર્ચો થયો છે તો હવે ખેડૂત આ કઈ રીતે નિર્ભર રહીએ. સરકારે આના વિશે વિચારવું જોઈએ''.

મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની 35 હજાર ગુણીની આવક
મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની 35 હજાર ગુણીની આવક (Etv Bharat Gujarat)

ડુંગળીના ભાવ ઘટવાનું કારણ

ડુંગળીના ભાવને લઈને યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ''અત્યારે આપણે ડુંગળીની આવક 35 થી 40 હજાર ગુણી છે, આવકનું કારણ એ છે કે અત્યારે ભાવમાં ખૂબ ઘટાડો થયો છે. બજાર 150 થી 200 રૂપિયા થઈ ગઈ છે. ડુંગળીની આવક ઘટવાનું કારણ મુખ્ય એ છે અને બીજું કે બાંગ્લાદેશમાં જે આપણે એક્સપોર્ટ કરતા હતા. પરંતુ સરકારે એક્સપોર્ટ બંધ કર્યું છે એના હિસાબે અત્યારે બજાર ઘટી ગઈ છે અને બીજી તરફ ઉત્પાદન પણ વધી ગયું છે.

શરૂઆતમાં ભાવ 700 થી 800 રૂપિયા મણ હતા, ત્યારે ભાવ સારા હતા અને ઉત્પાદન ઓછું હતું. જો કે હાલ 35,000 ગુણીને આવક છે પણ 80,000 ગુણીની આવક થાય છે. અમે સબયાર્ડ માટે પણ પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હાલમાં ખેડૂતોએ ડુંગળી થોભાવી રાખી છે. ભાવમા સારી બજાર થશે એટલે ત્યારથી આવક 80,000 ડુંગળીની આસપાસ શરૂ થશે''.

  1. લસણના ભાવમાં મોટો કડાકો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ઠલવાયું 8 ક્વિન્ટલ લસણ
  2. ભાવનગર: સરકારી આવાસ બનવા છતાં 'મફતનગર' કેમ ઘટતા નથી? ગઢેચી નદી કાંઠે વસતા લોકોએ ઠાલવી વ્યથા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.