હરિયાણામાં કોબ્રાએ એક વ્યક્તિની પથારીમાં ધાબળા નીચે રાત વીતાવી, કોબ્રા કરડ્યો નહીં - કોબ્રા કરડ્યો નહીં
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 6:09 PM IST
ફતેહાબાદ(હરિયાણા): આપને કહેવામાં આવે કે તમારે આખી રાત એક પથારીમાં કોબ્રા સાપ સાથે વીતાવવાની છે, તો તમારા શું હાલ થાય? જો કે હરિયાણાના ફતેહબાદમાં એક વ્યક્તિએ અજાણતા જ આ કામ કરી લીધું છે. આવો અજાણતા કરી બેઠેલ આ બહાદૂરી વિશે જાણીએ. ફતેહાબાદના બટ્ટુ કલા ગામમાં દુનીરામ સુથાર રહે છે. દુનીરામ શાંતિથી સુતા હતા ત્યારે એક કોબ્રા સાપ તેમના ખાટલા પર ચઢી ગયો અને ધાબળા નીચે આવી ગયો. દુનીરામે કોબ્રા સાપ સાથે એક ધાબળા નીચે આખી રાત વીતાવી. દુનીરામને ઊંઘમાં કશી જ ખબર ન રહી. સવાર પડતા જ દુનીરામના હોશ કોશ ઉડી ગયા. તેણે પરિવારને જગાડ્યો. સત્વરે ગામના જ એક સ્નેક કેચર પવનને બોલાવવામાં આવ્યો. પવને કોબ્રાને પકડી લીધો અને જંગલમાં સુરક્ષિત છોડી દીધો. જો કે સ્નેક કેચરે સાપ પકડ્યો તેથી તે ગુસ્સે થઈ ગયો અને વારંવાર ડસવાની કોશિશ કરવા લાગ્યો. સ્નેક કેચરે જણાવ્યું કે સાપ પકડતી વખતે કોબ્રાએ અનેક ડસવાની કોશિશ કરી હતી. જો કે આખી રાત દુનીરામને સાપે કંઈ ન કર્યુ તે નવાઈની વાત છે. દુનીરામની કિસ્મત કામ કરી ગઈ નહિતર ન બનવાનું બની જાત. સાપ સંતાવવાની જગ્યા શોધતો હતો અને ધાબળા નીચેના અંધારામાં સંતાઈ ગયો હતો.