"ગોતી લ્યો" ફેમ આદિત્ય ગઢવી સાથે ETV BHARAT ની એક્સક્લુઝિવ વાતચીત - ગુજરાત ટાઈટનનું ટાઈટલ સોંગ
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 6:23 PM IST
અમદાવાદ : "ગોતી લ્યો, તમે ગોતી લ્યો" આ શબ્દથી આદિત્ય ગઢવી વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે અથવા એમ કહો કે આદિત્ય ગઢવીએ "ગોતી લ્યો" શબ્દ અને ગુજરાતને ગ્લોબલ ઓળખ આપી છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2023 માં ગુજરાત કલાજગતની અનેક નામાંકીત હસ્તીઓનો મેળાવડો થયો છે. ત્યારે જુઓ ગોતી લ્યો ફેમ આદિત્ય ગઢવીની ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીતના કેટલાક રસપ્રદ અંશ...
પ્રખ્યાત ગાયક આદિત્ય ગઢવીએ સૌપ્રથમ ગોતી લ્યો ગીતની સફળતા માટે ખુશી વ્યક્ત કરતા આ ગીતના લેખક અને સંગીતકાર સહિતની ટીમને ધન્યવાદ આપ્યો હતો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, વર્ષ 2014 માં ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટેડ ફિલ્મમાં આદિત્ય ગઢવીએ કામ કર્યું હતું. આ અંગે તેઓએ જણાવ્યું કે, મેં આ ફિલ્મમાં બે ગીત ગાયા હતા. જેમાં શિવસ્તુતિ અને મહિષાસુર મર્દિની સ્તોત્રમ ખૂબ લોકપ્રિય થયા હતા. ઉપરાંત ઓસ્કાર નોમિનેશનના ટોપ 75 માં પસંદગી પામ્યા હતા. આદિત્ય ગઢવીએ IPL ક્રિકેટ ટીમ ગુજરાત ટાઈટનનું ટાઈટલ સોંગ ગાયું છે.