યોગીના પ્રધાન ભૂલ્યા શિષ્ટાચાર, કર્મચારી પાસેથી જૂતાનું કવર કઢાવ્યુ, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ - બેબી રાની મૌર્ય વાયરલ વીડિયો
🎬 Watch Now: Feature Video
કેબિનેટ પ્રધાન બેબી રાની મૌર્ય શુક્રવારે ઉન્નાવ પહોંચ્યા હતા. તેમણે અચલગંજ વિસ્તારમાં બનેલા એક યુનિટનું નિરીક્ષણ કર્યું. પ્રધાનએ યુનિટમાં પ્રવેશવા માટે જૂતાનું કવર પહેર્યું હતું. જ્યારે પ્રધાન બેબી રાની મૌર્ય યુનિટમાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે આવેલા એક કર્મચારીએ તેમના જૂતાનું કવર ઉતાર્યું હતુ. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Baby Rani Maurya viral video) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. જો કે, જૂતાનું કવર ઉતારનાર કર્મચારીને કઇ પોસ્ટમાં મુકવામાં આવ્યો હતો તે અંગે કોઇ માહિતી મળી નથી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST