ડુ નોટ ડિસ્ટર્બ: લટાર મારવા નીકળેલા ગજરાજ બાઈકવાળાને જોઈ લાલઘુમ - Wild Animal in Uttrakhand

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 7:51 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

રામનગર: ઉત્તરાખંડના રામનગરના ધેલા (Ramnagar forest range Uttrakhand) વિસ્તારમાં હાઇવે પર વારંવાર વન્યજીવો (Wild Animal in Uttrakhand) આવતા રહે છે. જેના કારણે માનવ અને વન્ય જીવોના સંઘર્ષનો ભય રહે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઈક પર ત્રણ સવારીમાં થઈને ચાલક ત્યાંથી પસાર થાય છે. હકીકતમાં, રામનગરના ધેલા વિસ્તારમાં અચાનક એક હાથી (Elephant on Road video Uttrakhand) રસ્તા પર આવી જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. દરમિયાન, હાથી જંગલ તરફ વળે છે અને ત્રણ બાઇક સવારો ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાથી પાછો વળે છે અને તેમની પાછળ દોડે છે. એ સમયમાં બાઇક સવારો નાસી છૂટ્યા હોય છે. પણ ભડકી ગયેલા હાથીનો મૂડ સ્પષ્ટ જોવા મળે છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દીપ રજવારે કહ્યું કે હાથી ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી પ્રાણી છે. જ્યારે પણ આવું થાય છે ત્યારે લોકો શું ખોટું કરે છે કે તેઓ એને યોગ્ય જગ્યા આપતા નથી. તેમને જગ્યા આપવી જોઈએ. કારણ કે દરેક જગ્યાએ હાથીઓના કોરિડોર છે અને થોડા સમય પછી તેઓ જાતે જ જંગલ તરફ જાય છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.