જામનગરમાં પડ્યા સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘાં, રાજપૂત સમાજે કરી હત્યારાઓને ફાંસી આપવાની માંગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 5:00 PM IST

જામનગર : રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘુસીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. સમગ્ર દેશ સહિત જામનગરમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. જામનગર રાજપૂત સમાજે આ ઘટનાને વખોડીને હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી. ઉપરાંત આ મામલે આંદોલન કરવા સહિત ભારત બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘાં : જામનગર કરણી સેનાના પ્રમુખ રાજભા ઝાલા સહિત કરણી સેનાના યુવાનોએ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે એકઠા થઈને રાજપૂત સમાજે રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાને વખોડી કાઢી હતી. ઉપરાંત હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે જરૂર જણાય તો ગુજરાત બંધનું એલાન આપવા સુધીની તૈયારી દર્શાવવામાં આવી હતી.

રાજપૂત સમાજની ઉગ્ર રજૂઆત : જામનગર કરણી સેનાના અધ્યક્ષ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે ગઈકાલે દાદા સુખદેવસિંહ ગોગામેડીનું ષડયંત્ર રચીને નિર્મમ રીતે મર્ડર કરવામાં આવ્યું છે. એક સંગઠને તેમની હત્યાની બાંહેધરી લીધી છે, આ સંગઠ્ઠન આંતરરાષ્ટ્રીય ગેંગ છે. તેના માટે અમે ક્ષત્રિય સંસ્થાની જરૂર નથી, દાદા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા માટે આખા ભારતનો રાજપૂત સમાજ સાથે છે. ભવિષ્ય આવી કોઈ ઘટના ન બને તેના માટે સરકાર પાસે બાંહેધરી માંગીએ છે.

હત્યારાઓને ફાંસીની માંગ : રાજભા ઝાલાએ આ મામલે પોતાની રજૂઆત સાથે માંગ કરતા વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પરિવારને આજીવન નિર્વાહ માટે કોઈપણ જોગવાઇ કરવામાં આવે, ગુનેગારને કડકમાં કડક સજા થાય, ફાંસી થાય અને આના માટે રાજપૂત સમાજ વતી ભવિષ્યમાં આંદોલન કરવું પડે, રોડ બંધ કરવા પડે એના માટે પણ અમે તૈયાર છીએ. આજે ખાલી રાજસ્થાન બંધ કર્યું છે, જરૂર પડ્યે આખું ભારત બંધ થશે.

  1. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા, ગેંગસ્ટર રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી લીધી
  2. મણિપુરમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13ના મોત

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.