Drugs case in Vadodara: રાજ્યમાં ફરી ઝડપાયું ડ્રગ્સ - વડોદરા ક્રાઈમ કેસ
🎬 Watch Now: Feature Video
વડોદરા : વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા 'મિશન ક્લિન વડોદરા' ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત SOG ના ASI લક્ષ્મીકાંતને બાતમી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટીમાં ગોકુલ શાહ નામનો શખ્સ ડ્રગ્સનું (Drugs Case in Vadodara) વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા ગૌરાંગ ઉર્ફે ગોકુલ મનહર શાહને ઝડપી લઇ તેના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઘરમાંથી 151 ગ્રામ 440 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બાબતને લઈને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગોકુલ શાહ છેલ્લા દોઢ વર્ષથી મુંબઇની ડ્રગ્સ સપ્લાયર (Selling drugs in Vadodara) વર્ષા નામની મહિલા પાસેથી જથ્થો લાવતો હતો. ડ્રગ્સ કિંમત 15 લાખ 14 હજાર 400 આંકવામાં આવી છે. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 15,36,090 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગૌરાંગ ઉર્ફે ગોકુલ શાહ સામે અગાઉ જુગાર અને NDPS એક્ટ (Vadodara Crime Case) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST